Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

આંતલીયાનાં મોડ્યુલર કિચન શોરૂમમાં આગ

આંતલીયાનાં મોડ્યુલર કિચન શોરૂમમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૦ ઃ બીલીમોરા નજીક આંતલીયા ગામે આઈટીઆઈ સામે વિનાયક હોમ્સ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ઉપર ‘ઍસ કિચન’ નામના મોડ્યુલર કિચન શોરૂમમાં બુધવારે બપોરે શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

 સ્થાનિકોઍ ધુમાડો જોતા બીલીમોરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શોરૂમમાં ભરાયેલા ધુમાડાને કારણે આગ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ફાયર કર્મીઓઍ કાચ તોડી અંદર પ્રવેશ કરી આશરે ૨૦ મિનિટની કામગીરી બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટનામાં અંદાજે રૂ.૩ લાખ નુકસાન થયું હોવાનો અંદાઝ લગાવવામાં આવી રહ્ના છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની માહિતી મેળવી હતી.