અતુલ રેલ્વે સ્ટેશનથી દારૂ સાથે બે ઝડપાયા
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ ગાંધીનગરની ઍસઍમસીની ટીમે આધારે વલસાડના અતુલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન મારફતે લઈ જવા તો ૩.૫૦ લાખના દારૂ સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે પોલીસે ચાર ઈસમો ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ગુજરાત રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (લ્પ્ઘ્)ની ટીમે વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગમાં ફરતી હતી. તે દરમિયાન બાતમી મળી કે વલસાડના અતુલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ ઉપર સાંગુબેન નામની મહિલાના માણસો સ્કૂટર મારફતે દારૂ ભરેલા થેલા લાવી ટ્રેન દ્વારા સુરત તરફ મોકલવાની તૈયારીમાં છે. જે બાતમીના આધારે ઍસ.ઍમ.સી.ની ટીમ અતુલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર ગુ વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન પ્લેટફોર્મ પર ચાર ઈસમો શંકાસ્પદ થેલાઓ સાથે ઉભેલા દેખાયા હતા. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવી કે તરત જ આ ઈસમો ટ્રેનના આગળના ડબ્બામાં થેલા ચડાવવા લાગ્યા હતા. પોલીસે તાત્કાલિક ઘેરી વળતા બે ઇસમોમાં અનીલ મહેન્દ્રભાઈ ચોવસીયા ઉં.વ. ૩૪, રહે ઉદવાડા, જૈન દેરાસર પાછળ,તા. પારડી જિ. વલસાડ; મૂળ રહે. નીનામાગામ, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર ૨. જીગર રાજેશભાઈ મીરીયા ઉં.વ. ૨૪, રહે. હરીશભાઈની ચાલ, દાદરી કુવા, મુકુન્દ કંપની પાછળ, તા. જિ. વલસાડને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બે આરોપીઓ પાસેથી વિસ્કી બિયરનો જથ્થો ૧૩૦૭ કિંમત રૂપિયા ૩,૬૦,૭૪૫ અત્યારે મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે દારૂનો જથ્થો સાંગુબેનના માણસો દ્વારા સ્કૂટર મારફતે રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યો હતો અને સુરત તરફ મોકલવાનો હતો. દારૂ પ્રકરણમાં પોલીસે સાંગુબેન અને આરોપી સોનુબેન રહે દમણ પાતળીયા અને આરોપી લક્ષ્મણભાઈ રહે મોગરાવાડી વલસાડ, આરોપી રક્ષાબેન રહે ઉધના સુરતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે જે અંગે ઍસઍમસીની ટીમે આરોપીને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
