Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

વાપી નુતનનગરમાં પાંચ દિવસથી પાણી નહીં મળતાં લોકો ત્રાહીમામ

વાપી નુતનનગરમાં પાંચ દિવસથી પાણી નહીં મળતાં લોકો ત્રાહીમામ


(દમપણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપી મહાનગરપાલિકાના નુતન નગર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા બંધ અવસ્થામાં રહેતા સ્થાનિક લોકોઍ નજીકના પંપીંગ સ્ટેશન ઉપર પહોંચી હંગામો મચાવ્યો હતો.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ દિવસથી વાપી મહા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં આવતા નૂતન નગર અને હિરલ પાર્ક સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીનો સપ્લાય બંધ રહે છે. 

જેને લઇ સ્થાનિક લોકો દ્વારા આજે અચાનક નુતનનગરમાં આવેલા પંપીંગ સ્ટેશન ઉપર પહોંચી તપાસ કરતા આ પંપીંગ સ્ટેશન ઉપર ફરજ બજાવતા કર્મચારી બે જવાબદાર બની આરામ ફરમાવી રહ્ના હતાં. જ્યારે આ વોર્ડમાંથી ચૂંટાયેલા નગર સેવકને પણ વારંવાર ફરિયાદ કરવા છતાં પગલા નહીં લેવાતા ભર ઉનાળે વાપીના નુતન નગર હિરલપાર્ક વિસ્તાર તેમજ અતુલ સોસાયટી વિસ્તારમાં પાણી નહીં મળતા લોકો ભારે મુશ્કેલીમાં પણ મુકાયા છે.

જે અંગે તાત્કાલિક વાપી મ્યુનિસિપલ કમિશ્નર અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે.