Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

વાપીમાં ચોમાસા પહેલાં માર્ગની મરામત શરૂ

વાપીમાં ચોમાસા પહેલાં માર્ગની મરામત શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ  વાપી મનપા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં લઇ માર્ગોની મરામત શરૂ કરી છે. વાપીમાં ચોમાસા દરમિયાન વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે મનપા તંત્ર દ્વારા વાહનોની સતત અવર જવર ધરાવતા કેટલાક મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો જે ખખડધજ હોય ત્યાં પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે.

 જેમાં ગત રોજ વાપી પડ્ઢિમમાં જીઍસટી ભવનથી ઝંડાચોક સુધી જતાં માર્ગ પર જ્યાં કેટલાક સ્થળે પેવર બ્લોક ઉખડી ગયા હતાં ઍવા સ્થળે ડામર પાથરી રોડ સમતળ કરવામાં આવ્યો હતો.