Damanganga Times.

Damanganga Times.

June 11, 2026

રોલામાં વિકાસકાર્યોમાં ગેરરીતીની તપાસનો રિપોર્ટ સોîપાયો

રોલામાં વિકાસકાર્યોમાં ગેરરીતીની તપાસનો રિપોર્ટ સોîપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ તાલુકાના રોલાગામમાં ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદ મોહનભાઇ  ગુલાબભાઈ પટેલ દ્વારા  વલસાડ જિલ્લા કલેકટરને  કરવામાં આવી હતી. ગંભીર ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી વલસાડની સૂચનાથી રચાયેલી તપાસ સમિતિ દ્વારા વલસાડ વિસ્તરણ અધિકારી કપરાડા અને નાનાપોંઢા તાલુકા પંચાયત અ.મ.ઈ. નાયબ ચીટનિશ જિલ્લા પંચાયત વલસાડ અલગ અલગ તપાસ સમિતિની ટીમો બનાવી સ્થળ તપાસ કરીને ઍક વિસ્તૃત ‘તપાસ અહેવાલ’ તૈયાર કરવામાં આવ્યો છે. અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી ભૌતિક અને રેકોર્ડ આધારિત તપાસ કરવામાં આવી છે. જેમાં પંચાયતના વિવિધ ગ્રાન્ટના કામોના કમ્પ્લીશન સર્ટિફિકેટમાં ઍકની બોગસ સહીઓ કરવામાં આવી હોવાની વિગત તપાસ દરમિયાન સામે આવી છે. ગામના સુંદર ફળિયામાં રમેશભાઈ લક્ષ્મણભાઈના ઘર પાસે બોર બનાવવાનું કામ મંજૂર થયું હતું, પરંતુ ત્યાં જમીનનો વિવાદ હોવાથી તે કામ અંદાજે ૨૦ મીટર દૂર અન્ય વ્યક્તિના ઘર પાસે કરી દેવાયું હોવાનું સામે આવ્યું છે.

 રોલા ગામના ભીમ ફળિયામાં અંબામાતાના મંદિરથી હાઈવે સુધી નાળા ગટરના કામ માટે અલગ-અલગ યોજના હેઠળ ટુકડે-ટુકડે બે ભાગમાં કામો દર્શાવવામાં આવ્યા છે. ભાગલ ફળિયામાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. ૧.૭૫ લાખના ખર્ચે બનેલી નાળા ગટર રેલવે ઓવરબ્રિજના કામ દરમિયાન નીકળી ગઈ હોવાનું પંચોઍ જણાવ્યું છે.

સ્મશાન આગળ તાર કમ્પાઉન્ડની દિવાલ ઉપર ઍન્ગલ  છે પરંતુ તાર જોવા મળ્યા નથી. 

આ સમગ્ર મામલે વિસ્તરણ અધિકારી (પંચાયત) વલસાડ, મદદનીશ ગ્રામ્ય ઈજનેર (કપરાડા/નાનાપોંઢા) અને નાયબ ચીટનીશ (જિલ્લા પંચાયત વલસાડ)ની બનેલી તપાસ સમિતિઍ પોતાનો સંયુક્ત અહેવાલ જરૂરી કાર્યવાહી અર્થે જિલ્લા વિકાસ અધિકારી વલસાડને સુપ્રત કરવામાં આવ્યો છે.