સરોધીમાં રૂ.૩૭.૧૫ લાખના ગાંજાની ખેતી ઝડપાઈ
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઍસઓજી દ્વારા પારડી તાલુકાના સરોધીગામમાં નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૭૪.૩૧૦ કિલોગ્રામ વજનના ગાંજાના ૧૮ લીલા છોડ મળી આવ્યા હતાં જેની અંદાજિત કિંમત રૂ. ૩૭,૧૫,૫૦૦ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ કેસમાં ઍક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જમીન માલિકને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
તા. ૯ જૂનના રોજ ઍસઓજી વલસાડ કેમ્પ-વાપી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. પરમારને બાતમી મળી હતી કે પારડી તાલુકાના સરોધીગામના બરવાળી ફળિયામાં આવેલી ઍક જમીનમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડની ખેતી કરવામાં આવી રહી છે. બાતમી અનુસાર આ જમીન હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલની માલિકીની હતી અને ત્યાં ગાંજાના છોડની દેખરેખ તથા માવજત જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ અમૃતભાઈ વારલી કરી રહ્ના હતો.બાતમી મળતા જ ઍસઓજીઍ ઍનડીપીઍસ ઍક્ટ હેઠળની તમામ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોલીસ અધિકારીઓઍ બાતમીની નોંધ ગુ રજિસ્ટરમાં કરી, ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને પંચ સાક્ષી તરીકે બે સરકારી કર્મચારીઓને બોલાવ્યા હતા. પંચોની હાજરીમાં પોલીસ ટીમે જરૂરી સાધનો અને સરકારી વાહનો સાથે દરોડાની કાર્યવાહી માટે રવાના થઈ હતી. બપોરે આશરે ૪.૧૨ વાગ્યે ઍસઓજીની ટીમ સરોધીગામના બરવાળી ફળિયા વિસ્તારમાં પહોંચતા ઍક જમીન પર સામસામે આવેલા બે શેડ વચ્ચેની ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ ખેતી જોવા મળી હતી. સ્થળ પર હાજર ઍક યુવાનની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ અમૃતભાઈ વારલી ઉ.વ. ૨૩) રહે. માની ગામ, તા. કપરાડા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને ઍનડીપીઍસ ઍક્ટની કલમ ૫૦ મુજબના અધિકારો સમજાવ્યા બાદ સ્થળની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શેડની પાછળના ભાગમાં આશરે ૧૦ થી ૧૨ ફૂટ ઊંચાઈ ધરાવતા ગાંજાના ૧૮ લીલાછોડ મળી આવ્યા હતા. જીતેન્દ્રભાઈઍ પણ પોલીસ સમક્ષ આ છોડ ગાંજાના હોવાનું સ્વીકાર્યું હતું (અનુ. પા.નં. ૬ પર)
પા.નં. ૧ નું ચાલુ...
સરોધીમાં રૂ.૩૭.૧૫ ...
પોલીસ દ્વારા ઍફઍસઍલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ના અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ઍફઍસઍલ અધિકારી પી.વી. પટેલે સ્થળ પર જ ગાંજાના છોડના પાંદડાનું પરીક્ષણ કર્યું હતું. -ાથમિક પરીક્ષણમાં તમામ છોડમાં કેનાબિસના સક્રિય તત્વોની હાજરી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે તે ગાંજાના છોડ હોવાનું નિ?ત થયું હતું પોલીસે તમામ ૧૮ છોડને મૂળ સહિત ઉખેડી ઍકત્ર કર્યા હતા. ત્યારબાદ સ્થળ પર બોલાવવામાં આવેલા વજનકાંટા મારફતે છોડનું વજન કરવામાં આવ્યું હતું. વજન -ક્રિયા દરમિયાન કાપડની ખોલ અને અન્ય સામગ્રીનું અલગથી વજન કર્યા બાદ ગાંજાના છોડનું કુલ ચોખ્ખું વજન ૭૪.૩૧૦ કિલોગ્રામ નોંધાયું હતું. બજાર કિંમત મુજબ તેની કિંમત રૂ. ૩૭,૧૫,૫૦૦ આંકવામાં આવી હતી પોલીસે ગાંજાના છોડ ઉપરાંત કંટ્રોલ સેમ્પલ તરીકે માટીનો નમૂનો પણ જ કર્યો હતો. સમગ્ર મુદ્દામાલને પંચોની હાજરીમાં સીલ કરીને કબજે લેવામાં આવ્યો હતો. ઉપરાંત આરોપી જીતેન્દ્રભાઈ પાસેથી વિવો કંપનીનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો તપાસ દરમિયાન જીતેન્દ્રભાઈઍ મહત્વનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે સરોધી ગામના રહેવાસી અને જમીન માલિક હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલ દ્વારા તેને ગાંજાનું બિયારણ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન તેણે આ બિયારણની વાવણી કરી હતી અને ત્યારથી તે ગાંજાના છોડને પાણી આપીને તેની દેખરેખ રાખતો હતો. જોકે આ ગાંજાનો ઉપયોગ કે વેચાણ માટે શું આયોજન હતું તે અંગે તેને જાણ ન હોવાનું જણાવ્યું હતું દરમિયાન સરોધી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઍ સ્થળના દસ્તાવેજો રજૂ કરતાં જમીનનો સર્વે નંબર તથા માલિકીની વિગતો પોલીસને આપી હતી આ દસ્તાવેજોના આધારે જમીનની માલિકી અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ અમૃતભાઈ વારલીની ધરપકડ કરી હતી, જ્યારે જમીન માલિક હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે આ અંગે ઍસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેશકુમાર પાતાભાઈ હડીયાની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ઍનડીપીઍસ ઍક્ટ-૧૯૮૫ની કલમ ૮(ગ્)(ઘ્), ૨૦(ખ્), ૨૦(ગ્)(ત્ત્)(ઘ્) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કબજે કરાયેલા ગાંજાના છોડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૩૭,૨૦,૫૦૦ના મુદ્દામાલ સાથે વધુ તપાસ હાથ ધરી છે
