Damanganga Times.

Damanganga Times.

June 13, 2026

વલસાડ પારડીની પ્રા. શાળાના ગેટ પાસે જ ગટર ડ્રેનેજ ઉભરાતાં રોગચાળાની દહેશત

વલસાડ પારડીની પ્રા. શાળાના ગેટ પાસે જ ગટર ડ્રેનેજ ઉભરાતાં રોગચાળાની દહેશત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૧ ઃ  વલસાડ શહેરના વલસાડ  પારડીની પ્રાથમિક શાળાના મેઈન ગેટ પાસે જ ડ્રેનેજ લાઈનો ઉભરાતા રસ્તાઓ પર ગટરના ગંદા પાણીની નદીઓ વહી રહી છે. આવી પરિસ્થિતિમાં પણ શાળાના નાના બાળકો અભ્યાસ કરતા હોય જેથી તેઓને આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થાય ઍવી દહેજત ઊભી થઈ છે તેમ છતાં નગરપાલિકાનું પેટનું પાણી હાલતું નથી. ઍક બાજુ નગરપાલિકાઓ દ્વારા નાગપુરના કોન્ટ્રાક્ટરને ત્રણ કરોડથી વધુનો ડોર ટુ ડોર ગારબેજ નો કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમ છતાં વલસાડ શહેરના કેટલા વિસ્તારોમાં દરરોજ આ ડોર ગરબેજ ઉચકવા કે લેવા માટે જતા ન હોવાથી ફરિયાદો ઉઠી છે તેમ છતાં નગરપાલિકાના પદાધિકારીઓ સબ ઠીક હૈ  નું કહી ગાળો ગબડાવી રહી છે. પાલિકા દ્વારા આજે પણ બિસ્માર  રસ્તાઓ,  ડ્રેનેજ લાઈન ઉભરાતી ગટરોના કારણે લોકોને ભારે બેઠો પડે છે ત્યારે વલસાડ શહેરના વલસાડ પારડી ગામે આવેલી પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજા સામે જ ગટરનું પાણી ઉભરાઈ રસ્તા પર ફરી વળતા હોય આ જગંદા પાણીમાંથી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોઍ તેમાંથી જવાની ફરજ પડી  રહી છે.
ગંદુ પાણી મેઈન ગેટથી લઈને આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્નાં છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્ના છે. વિસ્તારમાં અસહ્ના દુર્ગંધ અને ગટરના ધંધા પાણીથી મચ્છર ડેન્ગ્યુ ટાઈફોઈ બોલેરો જેવા ગંભીર બીમારી ફેલાવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. નગરપાલિકા દ્વારા વલસાડ પારડીની પ્રાથમિક શાળા પાસે ઉભરાતી મુખ્ય ડ્રેનેજ લાઈન નું લીકેજ તાત્કાલિક બંધ કરાવી વિસ્તારમાં ગંદા પાણીનો નિકાલ કરી જંતુનાશક દવાનો  છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી છે.