Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

બીલીમોરા-ગણદેવી પંથકમાં વાતાવરણમાં પલ્ટો

બીલીમોરા-ગણદેવી પંથકમાં વાતાવરણમાં પલ્ટો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૯ ઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાની આગાહી વચ્ચે ગણદેવી, બીલીમોરા પંથકમાં ગુરુવાર સમી સાંજે અચાનક જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હતી. આચાનક આવેલા પવનથી માર્ગો પર દૃશ્યતા ઘટી જતા વાહનચાલકો ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકોને રસ્તા કિનારે થંભી જવું પડ્યું હતું.

અચાનક બદલાયેલા વાતાવરણને કારણે અનેક વિસ્તારોમાં ધૂળના ગોટા ઉડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પવનની ગતિ વધુ હોવાને કારણે કેટલાક સ્થળોઍ ઝાડની ડાળીઓ તૂટી પડી હતી તેમજ રસ્તાઓ પર ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ પરિસ્થિતિ વચ્ચે થોડા સમય માટે વીજળી ડૂલ થતા અંધકાર છવાઈ ગયો હતો.  ખાસ કરીને ખેડૂતો માટે આ પવન ભારે ચિંતાનો વિષય બન્યો છે. જોરદાર પવનથી કાચી કેરી જમીન પર પડી જતા પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતોઍ જણાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળતો હતો, ત્યારે અચાનક પવન સાથે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો.