વલસાડ અને ડાંગ જીલ્લામાં પણ હવામાનમાં પલ્ટો
- byDamanganga Times
- 20 March, 2026
વાપી, તા. ૧૯ ઃ આજે હવામાન વિભાગની આગાહીના પગલે દ.ગુ.ના વિસ્તારોમાં પણ હવામાનમાં પલ્ટો જાવા મળ્યો હતો. જેમાં દરિયા કાંઠાના વિસ્તારો ઉપરાંત વાપી, વલસાડથી લઈને છેક ડાંગ સુધી મોડી સાંજે સુસવાટા ભેર પવન ફુકાયો હતો. અને આકાશમાં વાદળછાયું વાતાવરણ પણ સર્જાયુ હતું. અચાનક આવેલા આ પલ્ટાને પગલે ખાસ કરીને આંબાવાડીઅોના ખેડૂતોમાં ચિંતાની લાગણી જાવા મળી હતી. જયારે નગર અને શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો પર રાહદારીઅો અને ફેરિયાઅો વગેરેને હાલાકી વર્તાઈ હતી. વલસાડ અને વાપીમાં પણ સુસવાટા ભેર પવન ફુકાતાં હવામાં કચરો વગેરે ઉડતાં જાવા મળ્યા હતાં.
