વશીયરથી રૂ. ૨.૫૦ લાખના દારૂ સાથે દમણની મહિલા ઝડપાઈ
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમી આધારે વશીયર પાસે ના ડી માર્ટ પાસે વોચ ગોઠવી કાર ને અટકાવી તેની અંદરથી ૨,૫૦,૦૦૦ ના દારૂ સાથે દમણની મહિલાને ઝડપી પાડી છે . જ્યારે પોલીસે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે વશિયર પાસે ના ડી-માર્ટ બ્રિજ પાસે નાકાબંધી કરી ઍક સિલ્વર કલરની ઇનોવા કાર ને અટકાવી બુટલેગરોઍ પોલીસથી બચવા માટે કાર પર ખોટી નંબર પ્લેટ ઞ્થ્-૧૫-ઘ્ગ્-૮૪૯૯ લગાવી હતી, જ્યારે ઍન્જિન અને ચેસિસ નંબર પરથી અસલી નંબર અલગ હોવાનું જણાયું હતું. પોલીસે કારમાંથી દારૂની બાટલી નંગ ૮૧૬ બોટલની કિંમત ૨,૫૦,૪૫૦ અને ઇનોવા કાર ની કિંમત ૬ લાખ મળી કુલ ૮.૬૦ લાખનો મુદ્દામાલ સાથે પોલીસે કારની અંદર બેસેલી દમણની ખુશી રાણા નામની મહિલા ની ધરપકડ કરી છે.
જ્યારે પોલીસે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વલસાડ રૂવલ પોલીસ મથકમાં પ્રોહિબિશન ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.
