Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી સમાજની વાડીમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

વલસાડમાં શ્રી કચ્છી ભાનુશાલી સમાજની વાડીમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃ  આજરોજ  વલસાડમાં ધરમપુર ચોકડી પાસે વલસાડ ભાનુશાલી મહાજન દ્વારા રૂ. ૩૫ કરોડના ખર્ચે અદ્યતન સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સમાજવાડીના ઉદઘાટન અને લોકાર્પણના કાર્યક્રમોનો આજથી પ્રેરણાઓત ૫.પૂ. સંત શ્રી હરિદાસજી મહારાજની નિશ્રામાં અને આવિચનો સાથે ધરમપુરના ભાગવતાચાર્ય પ.પુ. શરદભાઈ વ્યાસની સમુહ શ્રીમદ ભાગવત્ કથા જ્ઞાન યજ્ઞ (૩૦૬ પોથીઓ)ની શરુઆત સાથે પ્રારંભ થયો છે. આજરોજ દીપકભાઈ પંડ્યા ના આચાર્ય પદે  સવારે ૧૧ઃ૦૦ કલાકે વાલરામ ચાલીસા થી કાર્યક્રમ ની શરૂઆત કરી બાદમાં   બપોરે ૧ઃ૦૦ કલાકે પોથીયાત્રા ધરમપુર ચોકડી થી વૈકુંઠધામ કથા સ્થળે વાજતે ગાજતે નની કુમારી કા બાળાઓ માથે કળશ લઇ નીકળી હતી.  ૧૯ મી થી ૨૫ માર્ચ સુધી તા. ૨૫મી માર્ચ સુધી ભાગવત કથા ચાલશે. પ.પૂ. શરદભાઈ વ્યાસનો શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ, ભવ્ય સંતવાણી લોક ડાયરો, ભવ્ય ઓધવ રાસ અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લઈ રહ્ના છે. 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કચ્છી સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો મહિલાઓ બાળકો ભરે જહેમત  ઉઠાવી રહ્ના છે.