Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

ચીખલી હાઈવે પર કેમિબલ ભરેલ આઈસરમાં આગ લાગી

ચીખલી હાઈવે પર કેમિબલ ભરેલ આઈસરમાં આગ લાગી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૯ ઃ ચીખલી ઓવર બ્રિજ નીચે ચાર રસ્તા પાસે વહેલી સવારના મહારાષ્ટ્રના ભીવંડી થી પાનોલી ગામે કાર્બન ડાય સલ્ફાઇડ નામનું કેમિકલ લઈને જઈ રહેલ ઍક આઇસર ટેમ્પો નંબર યુપી ૪૬ ટી ૮૮૬૧માં અચાનક પાછળના ભાગે આગ ફાટી નીકળતા ટેમ્પો ચાલકે સમય સૂચકતા વાપરી ટેમ્પામાંથી ઉતરી જઈ ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટર ની મદદથી ટેમ્પામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 

જોકે ચીખલી ચાર રસ્તા પાસે કેટલીક હોટલ અને નજીકમાં હોસ્પિટલો પણ આવેલી હોય ત્યારે ટેમ્પામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવતા લોકોઍ રાહત અનુભવી હતી.