ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન ચૂંટણીમાં યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલનો ધુઆધાર પ્રચાર
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૯ ઃ ઉમરગામ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટનું નેતૃત્વ કરતી યુઆઇઍ (ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન) સંસ્થા માં આગામી ૨૭ તારીખે ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્નાં છે.
ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશનમાં છેલ્લી પાંચ ટર્મ થી યુવા ઇન્ડસ્ટ્રીયલ ટીમ ને ઉદ્યોગકારોઍ બહુમતી સાથે સત્તા શુકાન સોંપી સંસ્થા નું સંચાલન કરવાની તક આપી હતી. ઉદ્યોગકારોઍ મુકેલા વિશ્વાસમાં યુવા ટીમના સભ્ય ખરા સાબિત થયા છે. ઉમરગામના ડ્રીમ પ્રોજેક્ટ સુવિધા સંપન્ન હોસ્પિટલનું ખાતમુહૂર્ત જે તે સમયના પ્રમુખ જીગ્નેશ બારીના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું. યુવા ઇન્ડસ્ટ્રીયલ પેનલમાં રહી ગત ટર્મમાં ચૂંટાયેલા સભ્યો પૈકીના કેટલાક વ્યક્તિઓઍ હાલની ચૂંટણીમાં મોરચો ઉભો કર્યો છે.
ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં ચાલતી ચર્ચા મુજબ ગત ટર્મમાં હોદ્દા પર રહી સ્વહિત ખાતર કામ કરતા અને ઍક ઉદ્યોગકારને છેતરી કામ કરી આપવા મોટી રકમ લીધા બાદ કામ ન કરી આપતા વિવાદ સર્જાયો હતો. જેને કારણે વિવાદિત વ્યક્તિને યુવા ટીમમાંથી પડતો મુકાયો હતો. આગામી ૨૭ માર્ચ ના રોજ મતદાન થવા જઈ રહ્નાં છે ત્યારે ઍક તરફ યુવા ટીમના ૧૫ ઉમેદવારો સામે પક્ષે બાર ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને ઉદ્યોગકારોને સમર્થન માટે અનુરોધ કરી રહ્ના છે. મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઍ વિરોધી પેનલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેતા ચૂંટણીમાં ઍક તરફી માહોલ જોવા મળી રહ્ના છે. ઉદ્યોગકારોના મતે યુવા પેનલ બહુમતીથી વિજય થશે ઍ નિડ્ઢિત જણાઈ રહ્નાં છે.
