વાપીમાં ગુડી પડવાની ઉજવણી
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ ચૈત્ર સુદ ઍકમ ઍ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. ગુડી પડવાને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે મહારાષ્ટ્ર ગોવા ગુજરાત અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા મરાઠી કોકણી અને હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. જે અંતર્ગત આજે ચૈત્ર માસની શરૂઆત અને ચૈત્રી નવરાત્રી સાથે ગુડી પડવોનો તહેવાર હોય વાપી પંથકમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારના લોકો દ્વારા પોતાના ઘરે મુખ્ય દ્વારે તેમજ ઘરની ટેરેસ ઉપર ગુડીને લગાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
