Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

તામછડીની નદીમાં યુવક ડૂબ્યો

તામછડીની નદીમાં યુવક ડૂબ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તામછડી ગામે નદીમાં ડૂબી જવાથી ઍક યુવકનું કરુણ અવસાન થવાની દુઃખદ ઘટના સામે આવી છે.

પ્રા માહિતી અનુસાર, તામછડી ગામના વરલાપાડા ફળીયાના રહેવાસી અલ્કેશભાઈ પંઢરભાઈ નાયક (ઉ.વ. ૨૮) તા. ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૦૮ઃ૩૦ વાગ્યાથી સાંજે ૦૪ઃ૩૦ વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે ગામની ચુલ્યાપાડા ફળીયામાં આવેલી નાર નદીના ચુલ્યાધરા વિસ્તારમાં નાહવા ગયા હતા. આ દરમિયાન તેઓ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ધરમપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સતત બે કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના સગા રાજેશભાઈ પંઢરભાઈ નાયક (ઉ.વ. ૪૨), રહે. તામછડી, વરલાપાડા ફળીયું દ્વારા જાહેર નોંધ કરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારજનો તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરી છે.