Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

પારડીમાં આજે વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ

પારડીમાં આજે વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૯ ઃપારડી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૨૦-૦૩-૨૦૨૬, શુક્રવારે બપોરે ૩ૅં૦૦ કલાકે સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન, પારડી ખાતે યોજાશે.

કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ૧૫મા વિત્ત પંચ હેઠળના અનેક વિકાસકાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પેવર બ્લોક રોડ, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, આંગણવાડી મકાન તથા પ્રાથમિક શાળાના ઓરડાઓ જેવા કામોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય  કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ વિશેષ ઉપસ્થિતિ તરીકે સાંસદ ધવલ પટેલ પણ હાજર રહેશે. પારડી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.