તિથલમાં અમેરિકન અભિનેત્રીની શૂટીંગ સમયે છેડતી ઃ ૩ સામે ગુનો
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ ચાર મહિના અગાઉ વલસાડના તિથલ દરિયા કિનારે આવેલ તિથલ માં ફિલ્મનું શૂટિંગ માટે આવેલી અમેરિકન નાગરિકત્વ ધરાવતી અને ફિલ્મ ઉદ્યોગમાં ઍજ્યુકેટીવ પ્રોડ્યુસર ઍવી ૩૯ વર્ષીય મહિલા સાથે અભિનેતા અને નિર્માતા સહિત ત્રણ ઈસમે છેડતી કરતા જે અંગેના મુંબઈમાં ફરિયાદ નોંધાયા બાદ વલસાડ સીટી પોલીસ મથકમાં જીરો નંબરથી ફરિયાદ નોંધવામાં આવી છે. વલસાડ તિથલ ની શ્રીલેખા હોટલમાં છેડતી થવા અંગે પીડિતાઍ મુંબઈની માટુંગા પોલીસ મથક માં પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ઝીરો નંબરથી વલસાડ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે પીડિત મહિલા માર્ચ ૨૦૨૫માં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મૃગેશ ઠાકુર નામના નિર્માતા-નિર્દેશકના સંપર્કમાં આવી હતી. આગામી ફિલ્મ ૅણ્ંરૂ દ્દં જ્ફૂફૂફુ ખ્ લ્ં્યશ્રૅ ના શૂટિંગ માટે મહિલાને ઍસોસિયેટ પ્રોડ્યુસર અને ઍક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. આ ફિલ્મના શૂટિંગ માટે સમગ્ર ટીમ ૫ ડિસેમ્બરના રોજ વલસાડની શ્રીલેખા હોટેલ માં પહોંચી હતી.૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તિથલ રોડ પર આઉટડોર શૂટિંગ પૂર્ણ થયા બાદ, પીડિત મહિલા જ્યારે હોટેલ પર પહોંચી ત્યારે પોતાની ભૂલી ગયેલી વસ્તુ લેવા પ્રોડક્શન કાર પાસે ગઈ હતી. તે સમય દરમિયાન સાહિલ ગોયેલે મહિલાની ઍકલતાનો લાભ ઉઠાવી, તેની પાછળ આવીને અત્યંત અશોભનીય અને લંપટ ચેનચાળા કરી શારીરિક છેડતી કરી હતી. મહિલાઍ વિરોધ કરતા આરોપીઍ ઉદ્ધત વર્તન કર્યું હતું.ત્યારબાદ ૯ ડિસેમ્બરના રોજ સાહિલે પીડિત મહિલાને વોટ્સઍપ પર ૅઞ્ફૂદ્દ જ્ફૂફુ સ્ર્ત્ર્ીઁરુફૂશ્વૅ જેવો અત્યંત અશ્લીલ અને અપમાનજનક મેસેજ મોકલી માનસિક સતામણી કરી હતી. પીડિત મહિલાઍ આ અંગે ફિલ્મ નિર્માતા મૃગેશ ઠાકુર અને સહાયક નિર્દેશક પાર્થ રાવતને જાણ કરતા ત્યારે તેમણે મહિલાને સાથ આપવાને બદલે તેને જ દોષિત ઠેરવી હતી. પાર્થ રાવત મહિલા પાસે દોડી ગયો હતો તેમ છતાં મૃગેશ ઠાકુરે સમગ્ર ઘટના જાણી હોવા છતાં મૌન સેવી આરોપી સાહિલના કૃત્યને વેગ આપ્યો હતો. જેથી પીડિત મહિલાઍ મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં ઝીરો જ્ત્ય્ નોંધાવી હતી, જેઅંગે ની તપાસ માટે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. વલસાડ પોલીસ મથકમાં આરોપીઓમાં સાહિલ ગોયેલ (અભિનેતા) - રહે. વલસાડ, પાર્થ રાવત (સહાયક નિર્દેશક) - રહે. વલસાડ મૃગેશ ઠાકોર (નિર્માતા/નિર્દેશક) - રહે. વલસાડ સામે ફરિયાદ નોંધ આગળની તપાસ પોલીસે શરૂ કરી છે.
