ખેરગામ કુમાર શાળામાં સેવા સેતુ-૨.૦ ગ્રામ્ય યોજાયો
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૧૯ ઃ તા. ૭/૩ ઍ પાટી ગામે પાંચ ગામડાનો, જામનપાડા ખાતે ૧૨/૯ ઍ ૯ ગામના અને ૧૭ માર્ચે ખેરગામ પીઍમ કુમાર શાળામાં વાવ વાડ નાધઈ ભૈરવી પેલાડી ભૈરવી રૂઝવણી નારણપોર અને ખેરગામનો સેવા સેતુ યોજાયો હતો. મામલતદાર માં નિયમિત પદે નિયુક્ત થયેલા શ્રી વિજયભાઈ છો પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા સેવા સેતુમાં ૧,૦૨૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં આધાર કાર્ડ ને લગતા તથા જન્મ મરણ નોંધ ને લગતા ૧૭-૧૭ પ્રશ્નો હતા લગ્ન નોંધણીના ૧૨ તથા વીજ જોડાણના નવ પ્રશ્નો નો નિકાલ થયો. હેલ્થ વેલનેસ કાર્ડ માટે ૨૫૧ જણાઍ લાભ લીધો અને પશુ ચિકિત્સામાં ડીવમિંગ ના ૨૩૬ તથા રસીકરણના ૨૭૬ લાભાર્થી હતા.
મામલતદાર સેવાસદન દ્વારા ૨૭ થી વધુ સંલગ્ન જવાબદાર અધિકારીઓને હાજર રહેવા જણાવવાયુ હતું. જેમાં ચાર ખાતાવાળાના ટેબલ પાસે અરજદારો જોઈ શકે તેવા બેનર- નામ હતા નહીં અને આ સેવા સેતુ અંગેની આગોતરી જાણ ખેરગામ પત્રકાર સંઘને કરવામાં પણ આવી ન હતી જેથી આ લખનાર ભીડ જોઈને કુમાર શાળામાં પ્રવેશ્યા હતા અને સેવા સેતુ હોય મામલતદારનું અંગત ધ્યાન પણ આ પ્રશ્ને દોર્યું હતું નવીન પીઍમશ્રી કુમાર શાળાના આચાર્ય અને શિક્ષિકાઓ સાથે મામલતદાર વિજયભાઈઍ રૂબરૂ સંવાદ કર્યો હતો અને સમસ્યા જાણી હતી.
