વાપીમાં રત્નાગીરી હાફૂસ કેરીનું આગમન થયું
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૯ ઃ વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની રત્નાગીરી આફૂસ કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને આ કેરીઓ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહી છે વાપી પંથકમાં દર વર્ષે રત્નાગીરી અને દેવગઢની આફૂસ કેરીનું આગમન લગભગ જાન્યુઆરીના ઍન્ડમાં થતું હોય છે પરંતુ આ વર્ષે રત્નાગીરી અને દેવગઢમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા આફૂસ કેરી નો પાક મોડો થતા હાલમાં ઍટલે કે, માર્ચ ઍન્ડિંગમાં વાપીના જુના અને જાણીતા ઍવા આદર્શ જ્યુસ ઍન્ડ સેન્ટર માં સચિન ભાઈ બાફના અને ભાવેશભાઈ બાફના દ્વારા છેલ્લા ચારેક દિવસથી રત્નાગીરી આફૂસ કેરીનું વેચાણ કરવામાં આવી રહ્નાં છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે રત્નાગીરી કેરીનું આગમન મોડું થયું હતું. જેને લઇ મદ્રાસની કેરીઓ વાપીના નેશનલ હાઇવે નંબર ૪૮ તેમજ બજારમાં કેટલાક લોકો રત્નાગીરી અને દેવગણનીઆફૂસ કેરી હોવાનું કહીને વેચાણ કરી રહ્ના છે તો લાલ કેરી પણ જે દર વર્ષે સો રૂપિયા કિલોના ભાવે મળતી હતી તે ૨૦૦ રૂપિયાના ભાવે મળી રહી છે.
જોકે અહીં વલસાડી આફુસ અને સ્થાનિક કેરીનું આગમન લગભગ ઍિ-લ મહિનાના કે, મે મહિનામાં થવાની શક્યતા વેપારીઓ તેમજ ખેડૂતો જોઈ રહ્ના છે.
