Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

ધોધડકુવા મહિલા સાથે છેતરપિંડી અને પ્રેમસંબંધનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ધોધડકુવા મહિલા સાથે છેતરપિંડી અને પ્રેમસંબંધનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ચીવલ, તા.૧૯ ઃ નાનાપોંઢા તાલુકાના ધોધડકુવા ગામમાં રહેતી ઍક મહિલાઍ બે લોકો સામે છેતરપિંડી અને સંબંધના મામલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. 

મળતી માહિતી મુજબ ભારતીબેન રવિયાભાઈ નાયક નામની મહિલાઍ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રમેશભાઈ હરિવા (મૂળ ઉત્તર પ્રદેશ) અને સુમિત્રાબેન સંજયભાઈ નાયક સુખાલા વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ ચાલતો હતો. ફરીયાદ મુજબ ભારતીબેને જણાવ્યું છે કે તેમના પતિના અવસાન બાદ તેઓ ઉત્તર પ્રદેશમાંથી પરત આવી ધોધડકુવા ગામમાં રહેવા લાગ્યા હતા. તે સમયે આરોપી રમેશભાઈ તેમની સાથે રહેવા લાગ્યા હતા અને છેલ્લા આશરે ૧૭ વર્ષથી બંને વચ્ચે સંબંધ રહ્ના હતો. આ સંબંધથી તેમને બે દીકરીઓ પણ થયેલી હોવાનું મહિલાઍ પોલીસને જણાવ્યું છે.

મહિલાઍ વધુમાં આક્ષેપ કર્યો છે કે આરોપી રમેશભાઈઍ તેમની સાથે સંબંધ રાખતા હોવા છતાં સુમિત્રાબેન સાથે પણ ગુ પ્રેમસંબંધ રાખ્યો હતો. બંનેઍ મળીને મહિલાને અંધારામાં રાખી ગામ છોડ્યું હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા મુજબ આરોપીઓ ઘરેથી રૂપિયા ૫,૦૦૦ રોકડ, આધાર કાર્ડ તથા બેંક પાસબુક લઈને ભાગી ગયા છે.

આ સમગ્ર મામલો હાલમાં નાનાપોંઢા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હેઠળ રાખવામાં આવ્યો છે અને ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહિલાઍ પોલીસ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ સામે કડક પગલાં લેવા માંગ કરી છે.

નાનાપોંઢા તાલુકાની ભારતીબેન રવિયાભાઈ નાયક નામની મહિલાઍ જણાવ્યું છે કે તેમનો પતિ પડોશમાં રહેતી ઍક મહિલાને સાથે લઈ ભાગી ગયો છે. મહિલાઍ જણાવ્યું કે તેમને બે પુત્રીઓ છે અને પતિ ઘર છોડીને જતા હાલમાં બંને પુત્રીઓ નિરાધાર બની ગઈ છે. મહિલાઍ પોલીસને પરિવારને ન્યાય અપાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

નાનાપોંઢા તાલુકાના સુખાલા ગામમાં રહેતી સુમિત્રાબેન સંજયભાઈ નાયક અંગે વધુ વિગતો પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ સુમિત્રાબેનને ત્રણ પુત્રીઓ છે, જેમાંથી ઍક નાની દીકરીને સાથે લઈ જવામાં આવી છે, જ્યારે બાકીની બે છોકરીઓને ઘરે જ મૂકીને ગયાનું કહેવાય છે. હાલ બંને છોકરીઓ ગામમાં રહી શાળામાં અભ્યાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.