Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

વાપી જીઆઇડીસી પોસ્ટ અોફિસમાં રોકડ જમા અને ઉપાડવા માટે ઍક જ કાઉન્ટર હોવાથી ગ્રાહકો પરેશાન

વાપી જીઆઇડીસી પોસ્ટ અોફિસમાં રોકડ જમા અને ઉપાડવા માટે ઍક જ કાઉન્ટર હોવાથી ગ્રાહકો પરેશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૯ ઃ વાપી જીઆઇડીસી ની પોસ્ટ ઓફિસમાં ખાતું શરૂ કરવા કે રોકડ જમા અને ઉપાડ માટેની ઍકમાત્ર કાઉન્ટરને લઈ ગ્રાહકો પરેશાન બન્યા છે અને કાઉન્ટર ઉપર ફરજ બજાવનાર દ્વારા ગ્રાહકો સાથે નુ બેહુદુ થી ગ્રાહકો પરેશાન બન્યા છે અન્ય કાઉન્ટર શરૂ કરવાની માંગ કરાઈ રહી છે વાપી ઉદ્યોગ નગર પોસ્ટ ઓફિસ માં લગભગ હજારોની સંખ્યામાં ગ્રાહકો રોજે રોજ આવતા જતા હોય છે અને વાપી જીઆઇડીસી માં આવેલી ૫૦૦૦ થી વધુ કંપનીઓ ઍટલે કે ઍશિયાની સૌથી મોટામાં મોટી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ગણના થાય છે તે વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં અનેક કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ તેમજ કંપનીનું અને કેટલાક ગ્રાહકોના સેવિંગ ઍકાઉન્ટ તેમજ જરૂરી કામકાજ માટે લોકો મોટી સંખ્યામાં જતા આવતા હોય છે ત્યારે આ પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઍક દોઢ વર્ષથી બચત ખાતું શરૂ કરવા માટે તેમજ રૂપિયા જમા કરાવવા કે, ઉપાડવા માટે ટિકિટ મેળવવા માટે ની ઍક જ કાઉન્ટર રખાયું છે. જેને લઇ લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે તેમજ આ ટિકિટ બારી ઉપર કામ કરતા કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબો પણ અપાતા નથી જેને લઇ ગ્રાહકો પરેશાન બન્યા છે આ અંગે વલસાડ જિલ્લા પોસ્ટ વિભાગના મુખ્ય અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક અહીં અન્ય કાઉન્ટર શરૂ કરવામાં આવે અને કર્મચારીઓના વિરુદ્ધ ઉઠવા પામેલી ફરિયાદો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પોસ્ટ વિભાગના ગ્રાહકો દ્વારા કરાઈ રહી છે.