દમણમાં કૌશલ્ય મેળો યોજાયો
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૯ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં, શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વ્યાવસાયિક શિક્ષણ હેઠળ કૌશલ્ય મેળાનું આયોજન કર્યું હતું.
મોતી દમણ જેટી ખાતે આયોજિત આ કૌશલ્ય મેળાનું ઉદ્ઘાટન સહાયક શિક્ષણ અધિકારી આર.કે. સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં ૨૯ થી વધુ વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓઍ તેમની પ્રતિભા દર્શાવી હતી. કૌશલ્ય મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓઍ વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. વ્યવહારુ પ્રદર્શનો દ્વારા, વિદ્યાર્થીઓઍ તેમના સંબંધિત ક્ષેત્રોને લગતી કુશળતા દર્શાવી હતી.આ સાથે, શિક્ષકો અને ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચે ઍક સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા વિદ્યાર્થીઓને વ્યાવસાયિક માર્ગદર્શન મળ્યું હતું.
