Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

નારગોલના દરિયામાં કમળના ફૂલ આકારના રંગબેરંગી સી ઍનિમોન જીવ આકર્ષણનું કેન્દ્ર

નારગોલના દરિયામાં કમળના ફૂલ આકારના રંગબેરંગી સી ઍનિમોન જીવ આકર્ષણનું કેન્દ્ર


(ઉદય રાવલ દ્વારા)

ઉમરગામ, તા.૧૯ ઃ નારગોલના દરિયાની અંદર ઍક અદભૂત અને આકર્ષક જીવ જોવા મળ્યો છે, જે કમળ ફૂલના આકાર જેવો રંગબેરંગી સી ઍનિમોન છે. આ જીવ નારગોલ ગામના માંગેલવાડ અને માલવણ બીચ વિસ્તારના દરિયાની અંદર કૌચિત દેખાય છે અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.

સ્થાનિક માછીમાર રાજેન્દ્ર પટેલે આ જીવની તસવીર કેમેરામાં કેદ કરી છે, જેનાથી તેની સુંદરતા અને વિશિષ્ટતા ગ્રામજનો સમક્ષ આવી છે. સી ઍનિમોનના લાંબા, પારદર્શક ટિન્ટેકલ્સ તેને કમળ ફૂલ જેવો આકાર આપે છે જેથી સ્થાનિક માછીમારો તેને દરિયાનું કમળ ફૂલ તરીકે ઓળખે છે, જે દરિયાના તળિયે ઍક અદભૂત દ્રશ્ય બનાવે છે.

સ્થાનિક લોકો આ જીવને પ્રસૂતિ સમયે દવા તરીકે પણ ઉપયોગ કરતા હોવાનું જાણવા મળે છે, જોકે તેના વિશે વૈજ્ઞાનિક માહિતી અને સંશોધન જરૂરી છે. સી ઍનિમોન દરિયાઈ ઇકોસિસ્ટમનો ઍક મહત્વપૂર્ણ ભાગ છે અને તેના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. સ્થાનિક માછીમારોના જણાવ્યા મુજબ આ પ્રકારના કમળ ફૂલ નારગોલના દરિયા કિનારાથી ૫૦૦ મીટર અંતરે ખડક અને રેતાળ વિસ્તારમાં કૌચિત જોવા મળતા હોઈ છે.

સી ઍનિમોન (ર્લ્ફૂ ખ્ઁફૂંઁફૂ) ઍ સમુદ્રમાં જોવા મળતા રંગબેરંગી, માંસાહારી અને સ્થિર (ઍક જગ્યાઍ ચોંટેલા) અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે, જ કમળ ફૂલ જેવો દેખાવ ધરાવે છે. તે જેલીફિશ અને કોરલ (પરવાળા) સાથે સંબંધિત છે અને તેમના ટેન્ટેકલ્સ (સ્પર્શકો) દ્વારા નાના માછલીઓનો શિકાર કરે છે.