ઉમરગામમાં ઍટીઍમની કેબિનમાં આગ
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આજે વહેલી સવારે ણ્ઝ઼જ્ઘ્ બેંકના ખ્વ્પ્ કેબિનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસર કાર્યવાહીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને ખ્વ્પ્માં રહેલી રોકડ સુરક્ષિત રહી હતી. પ્રા મુજબ, વહેલી સવારે ખ્વ્પ્માંથી ધુમાડો નીકળતો જોવા મળતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખું ખ્વ્પ્ કેબિન તેની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોઍ વીજ કંપની અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.વીજ કંપનીની ટીમે તરત જ વીજ પુરવઠો બંધ કર્યો હતો. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોઍ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પણ સ્થળ પર પહોંચી આગ સંપૂર્ણપણે બુઝાવી હતી. આ ઘટનામાં ખ્વ્પ્ મશીન સંપૂર્ણપણે બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બેંકના કર્મચારીઍ જણાવ્યું હતું કે મશીનમાં રહેલી રોકડ રકમ સુરક્ષિત છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.ઘટનાની જાણ થતા બેંકના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે પણ મામલો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
