Damanganga Times.

Damanganga Times.

March 20, 2026

ઉમરગામ તાલુકામાં ભાજપાઍ હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજી

ઉમરગામ તાલુકામાં ભાજપાઍ હોદ્દેદારો સાથે પરિચય બેઠક યોજી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૧૯ ઃ વલસાડ જિલ્લામાં હાલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નો કાર્યકાળ પૂરો થઈ રહ્ના છે. હાલ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન અને પ્રભારીઓ તાલુકા પ્રમાણે ભાજપના હોદ્દેદારો સાથે પરિચય બેઠકો શરૂ કરી છે.

વલસાડ જિલ્લા પંચાયત માટે ઉમરગામ તાલુકાની આઠ બેઠકો અને ઉમરગામ તાલુકા પંચાયત પર ભાજપના ઉમેદવારો જીત્યા હતાં. હવે ફરીથી જિલ્લા પંચાયત બેઠકો અને તાલુકા પંચાયત પર જીત મેળવવા પરિચય બેઠકો યોજાઈ રહી છે. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને નવા નિમાયેલા પ્રભારી વિનય ભાઈ શુક્લા ઍ પાર્ટીના હોદ્દેદારો સાથે પરિચય દોર શરૂ કર્યો છે. વીઉમરગામ તાલુકા પંચાયત ની સીટો માટે અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની લાંબી કતારો હોય આ પરિચય બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. ચૂંટણીને લઇ કોંગ્રેસ હજુ સુષુ અવસ્થામાં જોવા મળી રહી છે જ્યારે બીજી તરફ સત્તત મીટીંગો અને હોદ્દેદારોને મતદારો સુધી પોહોંચવા સક્રિય રાખતી ભાજપ પાર્ટીની રણનીતિ ચુંટણીમા ફાયદાકારક રહે છે.