ઉમરગામની રાધિકા રેસીડેન્સીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ રાધિકા રેસીડેન્સી ખાતે અંડરઆર્મ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં નાના થી લઈને મોટા સુધીના રહેવાસીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તમામ ટીમોઍ રમતમાં ઉત્તમ રમતિયાળ ભાવના દર્શાવી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. આજના આધુનિક યુગમાં બાળકો શાળા પરથી ઘરે આવ્યા પછી મોટાભાગનો સમય મોબાઇલમાં ગેમ રમવામાં અથવા સોશિયલ મીડિયા પર રીલ્સ જોવામાં પસાર કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં બાળકો મેદાનમાં આવીને રમતમાં ભાગ લે અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે રમતગમત પ્રત્યે રસ વધે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટ દરમિયાન રહેવાસીઓ અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમાજના લોકોઍ આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
