ઉમરગામ તા. પં.ના હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતાં સન્માન કરાયું
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૯ ઃ ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ લલીતાબેન, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહીર સહિત તમામ હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતા મંગળવારે વહીવટી વિભાગ દ્વારા ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાલ ઓઢણી અર્પણ કરી હોદ્દેદારોને બિરદાવવામાં આવ્યા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન તાલુકામાં નોંધપાત્ર વિકાસકાર્યો હાથ ધરાયા હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓઍ પણ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોની કામગીરીને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી. કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહીરે જણાવ્યું હતું કે, વહીવટી વિભાગના વડા તરીકે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીઍ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો, જેના બદલ તેઓઍ આભાર વ્યક્ત કર્યો હતો.
