અતુલ પંચાયતમાં આગામી ૨૩મી ઍ યોજનારી ડે. સરપંચની ચૂંટણી હાઇકોર્ટ દ્વારા મૌકુફ
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ અતુલ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાની ફરિયાદ બાદ ડીડીઅોઍ સરપંચ ડેપ્યુટી સરપંચ તથા ઍક સભ્યોને સસ્પેન્ડ કર્યો હતો. હાઈકોર્ટે આગામી તા. ૨૩મી માર્ચની ઉપસરપંચની ચૂંટણી મોકૂફ રાખવાનો આદેશ કરતા સમગ્ર અતુલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
અતુલ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવાના મામલે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી ઍ કડક વલણ અપનાવી અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકા તેમજ ઉપસરપંચ દર્શન દેસાઈને હોદ્દા પરથી બળતરફ કરવાનો આદેશ કર્યો હતો. પોતાની સત્તા બચાવવા માટે ઉપસરપંચ દર્શલ દેસાઈઍ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં અપીલ દાખલ થતા, કોર્ટે તા. ૨૩ માર્ચના રોજ યોજાનારી ઉપસરપંચની નવી ચૂંટણીની પ્રક્રિયા અટકાવી દીધી છે. આ હુકમ બાદ વલસાડ તાલુકા વિકાસ અધિકારીઍ તાત્કાલિક અસરથી તલાટી કમ મંત્રીને લેખિત નોટિસ આપી તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ સોમવારના રોજ અતુલ ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચ ની ચૂંટણી સવારે ૧૧-૩૦ કલાકે રાખવા જણાવેલ હતુ. આ ચૂંટણી બાબતે જિલ્લા પંચાયત કચેરી, વલસાડ દ્વારા તત્કાલીન ઉપસરપંચ દર્શલ વિજયભાઇ દેસાઇઍ નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ ખાતે અપીલ અરજી દાખલ કરેલ હોવાથી નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ તરફથી આ બાબતે કોઇ દિશાસુચન ન મળે ત્યાં સુધી નકકી કરેલ અતુલ ગ્રામ પંચાયતની ઉપસરપંચ ની ચૂંટણીની બેઠક મુલત્વી રાખવા આજ્ઞા અનુસાર જણાવવામાં આવેલ છે. જેથી ઉપલી પંચાયત કચેરી તરફથી આ બાબતે અન્ય કોઇ સુચના ન મળે ત્યાં સુધી ઉપસરપંચની હાલ પુરતી ચૂંટણી મુલ્વતી રાખવા નોંધ લેશો. તા. ૨૩ યોજનાની ડેપ્યુટી સરપંચની ચૂંટણી મોકૂફ કરવાનો આદેશ કરતા સમગ્ર અતુલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
