બીલીમોરાના ઍક મકાનમાં મળેલો માંસનો શંકાસ્પદ જથ્થો તપાસ માટે મોકલાયો
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૮ ઃ બીલીમોરા શહેરના ગાયકવાડ મીલ ચાલ વિસ્તારમાં મંગળવાર રાત્રે પોલીસ દ્વારા કાર્યવાહી દરમ્યાન આશરે ૩.૬૦૫ કિલોગ્રામ શંકાસ્પદ માંસ (કથિત ગૌવંશ માસ) મળી આવતા ઍક મહિલાની અટક કરવામાં આવી છે. માંસના નમૂનાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલી કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીલીમોરા પોલીસે, ગૌરક્ષક તરફથી મળેલી બાતમીના આધારે બુધવાર રાત્રે ગાયકવાડ મીલ ચાલ ખાતે રહેતી હંસાબેન હરીશભાઈ વાઘેલા (૫૫)ના ઘરે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી આશરે ૨.૩૫૫ કિલોગ્રામ રાંધેલું તેમજ ૧.૨૫૦ કિલોગ્રામ કાચું શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાઍ આ માંસ પાળેલી બિલાડી અને શેરીના કૂતરા માટે લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા કથિત માંસ, પ્રેશર કુકર અને અન્ય વાસણો મળી કુલ રૂ. ૧૩૨૧નો મુદ્દામાલ જ કર્યો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ મળેલ માંસના નમૂનાઓને ઍફઍસઍલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ કથિત માંસ ક્યા પ્રાણીનું હતું તે જાણી શકાશે. વધુ તપાસ બીલીમોરા પી.ઍસ.આઈ ચોસલા કરી રહ્નાં છે.
