વલસાડમાં સગીરાની જાતીય સતામણી કરનાર પાડોશીને બે વર્ષની કેદ
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ ઍક વર્ષ અગાઉ વલસાડના સહયોગ નગર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય નરાધમે ધોબી તળાવ વિસ્તારની ધોરણ ૮ માં ભણતી ૧૪ વર્ષીય સગીરાની ઍકલતાનો લાભ ઉઠાવી લલચાવી ફોસલાવી પોતાના ઘરે બોલાવી અશ્લીલ વિડિયો બતાવનાર અને જાતિય સંતામણી કરનાર ૬૦ વર્ષીય આરોપીને વલસાડની સ્પેશિયલ કોર્ટે બે વર્ષની સજા, રૂ. ૨૦ હજાર રૂપિયાનો દંડ ભરવો, દંડ નહિ ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવતો હુકમ કર્યો છે.
વલસાડ શહેરના સહયોગ નગર વિસ્તારમાં રહેતો નગીનભાઈ મગનભાઈ કુકણા ઉંમર વર્ષ ૬૦ રહે છે. તેઓ તારીખ ૧/૨/૨૦૨૫ ના રોજ બપોરે પોતાના ઘરે ધોબી તળાવ વિસ્તારમાં રહેતીને વલસાડ શહેરની ઍક શાળામાં ધોરણ ૮માં ભણતી ૧૪ વર્ષીય સગીરાને ઘરે બોલાવી હતી અને આ સગીરાને વિશ્વાસમાં લઈ નરાધમ નદીને તેની પાસે બેસાડી પોતાના મોબાઈલમાં અને લગ્ન વિડીયો બતાવ્યા હતા અને ઍટલું જ નહીં તેમણે સગીરા સાથે ગંદી હરકત પણ કરી હતી. જેથી ગભરાઈ ગયેલી સગીરા ત્યાંથી ભાગી છુટ્ટી હતી. જે બાદ તેમણે પોતાના ટ્યુશન શિક્ષકને જાણ કરતા ટ્યુશન શિક્ષકે તાત્કાલિક ઍની માતાને તમામ હકીકત જણાવતા માતા ચોકી ઉઠી હતી. જે અંગે માતાઍ બાળ કલ્યાણ સમિતિ અને પોલીસનો સંપર્ક કરી નરાધમ નગીન કુકણા સામે ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે તેની તત્કાલિક ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ વલસાડના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક જજ નીપા રાવલની કોર્ટમાં ચાલતા ઍ.જી.પી.ભરત પ્રજાપતિની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ના રાખી, કોર્ટે આરોપી નગીન મગનભાઈ કુકડા ને બે વર્ષથી સખત કેદની સજા તેમ જ ૨૦ હજાર રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે દંડની રકમ નહીં ભરે તો વધુ ત્રણ મહિનાની જેમ ભોગવવાનો હુકમ કર્યો છે.
