Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

પારડી પાલિકાની કારોબારી સભા મળી

પારડી પાલિકાની કારોબારી સભા મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૮ ઃ પારડી નગરપાલિકા સભાખંડમાં આજરોજ પારડી નગરપાલિકાની કારોબારી સભા મળી હતી. જે કારોબારી સભામાં વિવિધ ટેન્ડર મંજૂર કરવા સાથે વિકાસના કામોને લીલી ઝડી આપવામાં આવી હતી. નગરપાલિકાના સભાખંડમાં કારવારી અધ્યક્ષ ચેતનકુમાર નવીનભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળેલી સભામાં જુદા જુદા વિભાગોમાં માલ સામાન ખરીદવાના કામે વાર્ષિક ભાવો મંજૂર કરવામાં આવ્યા હતાં. જેમાં નગરપાલિકા રીનોવેશન કરવાનું કામ, ભારતરત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ રિવેનોશન કરવાનું કામ, વલસાડીઝાપા શોપિંગ સેન્ટર રીનોવેશન, પ્રિમોનસુનની કામગીરી, પાલિકાની મિલકતો ઉપર ફીટ કરેલ સોલાર સિસ્ટમોની સાફ સફાઈ, જુદી જગ્યાઍ થ્રીડી પ્રિન્ટિંગ, હેન્ડગ્લોજ યુનિફોર્મ બુટ, સેફટી કેટ સેફટીના સાધનોની ખરીદી, કિલ્લા ઉપર ટાંકી ઉપર સોલાર સિસ્ટમ લગાડવા સહિતના કામોને મંજુરી આપવામાં આવી હતી. હવે સામાન્ય સભા બજેટ અને મંજૂર કરવામાં આવેલા કામોને ચર્ચામાં મૂકી મંજૂર કરવામાં આવશે.