વાપીથી અકસ્માત કરી ભાગેલા ટ્રક ડ્રાઈવરને ડુંગરી પાસે હાઈવે બ્લોક કરી ઝડપી લીધો
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વાપીના મોરાઈ હાઈવે પર પૂરઝડપે દોડતી ટ્રકે કારને ટક્કર મારી ભાગેલી ટ્રકે અનેક લોકોને અડફેટે લેતા પોલીસે તેનો પીછો કર્યો અને ટ્રક ૩૦ કિલોમીટર દૂર વલસાડના ડુંગરી હાઇવે પર ડુંગરી પોલીસે હાઇવે રસ્તો બ્લોક કરી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.
ગઈકાલે રાત્રે વાપીના મોરાઈ હાઈવે પર ટ્રક ચાલકે કારને ટક્કર મારી ભાગી છુટયો હતો. જોકે આ કાર ચાલકે ટ્રક ઉભા ઉભી રાખવાના બદલે પૂર ઝડપે હંકારી લઈ જતો હોય તે દરમિયાન રસ્તે અડફેટમાં કેટલાક વાહનોને લીધા હતા તેમ છતાં ટ્રક ચાલકે ટ્રક અટકાવી ન હતી.
જોકે અટકાવવા માટે પોલીસે પણ તેનો પીછો કર્યો હતો જો કે ટ્રક ચાલક પૂર ઝડપે લઈ હંકારી જતા વલસાડ ડુંગરી પોલીસને જાણ કરી હતી. ડુંગરી પોલીસે વલસાડ નેશનલ હાઇવે ૪૮ને બ્લોક કરી દેતા ટ્રક અટકી ગઈ હતી. આ ટ્રક ચાલકે ૩૦ કિલોમીટર સુધી જોખમી ડ્રાઈવિંગ કરી અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આખરે ડુંગરી પોલીસે હાઈવે બ્લોક કરી આ સાયકો ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
