ખેરગામમાં શાંતિ સમિતિની બેઠક મળી
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૧૮ ઃ રમજાન ઈદ અને ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થનાર હોવાથી ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા મામલતદાર સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક બુધવારે બપોરે ૩ઃ૦૦ વાગ્યે યોજાઈ અને ૨૦ મિનિટમાં શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી. સૌથી વધુ મુસ્લિમ બિરાદરો ની સંખ્યા હતી. વ્હોરાજી ઍકમાત્ર હતા કે જેઓની ઈદ ગુરુવારે છે. નવનિયુક્ત મામલતદાર વિજય પટેલની અધ્યક્ષતામાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરી, ખેરગામના સરપંચ ઝરણાબેન તથા અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા.
