Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

જિલ્લાની ૮૦ ગ્રા. પં. માં ચેટબોટથી સરકારી સેવાઓ મળશે

જિલ્લાની ૮૦  ગ્રા. પં. માં  ચેટબોટથી સરકારી સેવાઓ મળશે


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ : સરકાર દ્વારા ગ્રામ પંચાયત ની કામગીરી સરળતા બને તે માટે જિલ્લાની વલસાડ માં ૨૩, પારડી - ૧૫, નાનાપોંઢા -૯ ઉંમરગામ -૩૨, કપરાડા. ૧મળી કુલ ૮૦ ગ્રામ પંચાયતોમાં વૉટ્સઍપ ચેટબોટથી મળશે સરકારી સેવાઓ મળી રહેશે. સરકાર દ્વારા  નવતર પહેલ, હવે વૉટ્સઍપ ચેટબોટથી મળશે સરકારી સેવાઓ  ટેકનોલોજીના યુગમાં ઍક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઈ-ગવર્નન્સના ભાગરૂપે ગ્રામજનોને ઘરબેઠા સરકારી યોજનાઓની માહિતી અને સેવાઓ મળી રહે તે માટે ખાસ વૉટ્સઍપ ચેટબોટ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લાની વલસાડ માં ૨૩, પારડી - ૧૫, નાનાપોંઢા -૯ ઉંમરગામ -૩૨, કપરાડા. ૧મળી કુલ ૮૦ ગ્રામ પંચાયતોમાં  હવે પંચાયતના વેરા પણ મોબાઈલ દ્વારા ઘરે બેઠા ભરી શકશે. આ સુવિધાનો વિધિવત પ્રારંભ તા. ૧૯-૦૩-૨૦૨૬ ને ગુરુવારના રોજ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને હસ્તે લોકાર્પણ સમારોહ યોજાશે.