વલસાડ રેલ્વે પોલીસે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૭ ઃ ઍક મહિના અગાઉ વલસાડ રેલવે સ્ટેશન પરથી અબ્રામા ના વ્યક્તિનો મોબાઇલ ફોન ગુમ થયેલ હોય તેને વલસા રેલવે પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું છે. વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. ઍમ.બી.વસાવા ઍ વલસાડ રેલ્વે સ્ટેશનને આવતા જતા પેસેન્જરોની ચીજ-વસ્તુઓ ગુમ ન થાય તે માટે પેટ્રોલીંગ રાખવા તેમજ ગુમ થયેલ મોબાઇલ ફોન, મુદામાલ શોધી કાઢી મુળ માલિકોને પરત કરવા સુચના આપી હતી. જે આધારે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન માં તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ ૧૧,૨૭૫ રૂપિયા નો મોબાઈલ ફોન ટ્રેનમાં મુસાફરી કરતી વખતે પેસેન્જરોની ભીંડમાં ફોન ગુમ થયો હતો. જેમકે વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ આપતા રેલવે પોલીસ ની ટીમ ઍ તથા ઘ્ચ્ત્ય્-પોર્ટલની મદદથી મોબાઇલ ફોન મળી આવતા પોલીસે મોબાઈલ મુળ માલીક જયેશભાઈ પી. પરમાર, રહે. ૨૧ મણિબાગ, અબ્રામા, વલસાડ ને વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન બોલાવી મોબાઇલ ફોન પરત સોંપવામાં આવ્યો હતો.
