Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

આજથી ચૈત્રી નવરાત્રી : પારનેરા પર માઈભકતો ઉમટશે

આજથી ચૈત્રી નવરાત્રી : પારનેરા પર માઈભકતો ઉમટશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ  આવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્ના છે ત્યારે વલસાડના પૌરાણિક ઍવા અંબા માતા મંદિર તેમજ ઐતિહાસિક ઍવા પારનેરા ડુંગર પર વિરાજેલા માતાજીના મંદિરે ભક્તોની ભીડ દર્શન કરવા માટે  ઉમટી પડશે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાના મંદિરોને રંગબેરંગી લાઇટો ફુલહાર થી શણગારવામાં  આવ્યું છે.આવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્ના છે, ત્યારે વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠો અને મંદિરોમાં ભક્તિમય માહોલ જામશે. ખાસ કરીને વલસાડ શહેરના પ્રાચીન અંબા માતા મંદિર અને ઐતિહાસિક પારનેરા ડુંગર પર બિરાજમાન વીરાજેલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ રહેવાની શક્યતા છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીના વિશેષ શણગાર, હવન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાનેરા ડુંગર પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ડુંગર ચઢીને માતાજીના આશીર્વાદ લેવા ઉમટી પડશે, જેને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા પ્રબંધો કરવામાં આવ્યા છે. 

ભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્ના છે. પારનેરા ડુંગર ઉપર વિરાજેલા માતાજી મંદિરે આવનાર દરેક દર્શનાથી ઓને આવનાર ચૈત્રિ નવરાત્રી નિમિત્તે માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવાનું કે તા. ૧૯/૩/૨૦૨૬ થી ૨૭/૩/૨૦૨૬ સુધી શરૂ થતા ચૈત્રી નવરાત્રી દરમ્યાન મંદિરો નો ખુલવાનો તેમજ બંધ થવાનો સમય નીચે મુજબ નો રહેશે. મંદિર ખુલવાનો સમય સવારે ૫ કલાકે.  સવારની આરતી સવારે ૬ઃ૨૫ કલાકે.  તેમજ સવારે. ૮ કલાકે.   મંદિર બંધ થવાનો સમય રાત્રે ૯ કલાકે. સાંજ ની આરતી ૬ઃ૨૫ કલાકે. આ સમય ફક્ત નવરાત્રી પુરતો જ રહેશે. જેની ભક્તોઍ નોંધ લેવા ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું છે.