Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વાપી મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૫ અરજદારોને સ્થળ પર લાભ અપાયો

વાપી મનપાના સેવા સેતુ કાર્યક્રમમાં ૧૧૫ અરજદારોને સ્થળ પર લાભ અપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૫ જેટલા અરજદારોને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રનો લાભ અપાયો હતો 

વાપી મહાનગરપાલિકા દ્વારા તારીખ ૧૩ ૩ ૨૦૨૬ ના રોજ સિનિયર સિટીઝન હોલમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ની શરૂઆત વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસ્થા સોલંકી અને વાપી શહેરના મામલતદાર કાંતિભાઈ કટારીયા ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી જેમાં વાપી ટાઉન વિસ્તારના અનેક લોકોઍ ઓળખપત્ર દસ્તાવેજિક આધારકાર્ડ રેશનકાર્ડ માં સુધારા વધારા તેમજ સિનિયર સિટીઝન કાર્ડ અને દિવ્યાંગતા પ્રમાણપત્ર જાતિ આવકના દાખલા ડોમીસાઈલ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ વિવિધ યોજનાઓ અને જનમ મરણના દાખલા તેમજ લગ્નની નોંધણી ટ્રેક્સ -ોપર્ટી ટ્રાન્સફર જેવા અનેક અરજદારો દ્વારા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી જેમાં ૧૧૫ જેટલા અરજદારોને સ્થળ પર જ વિવિધ સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રનો લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસ્થા સોલંકી વાપી શહેર મામલતદાર કાંતિભાઈ કટારીયા વાપી વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ મહાનગરપાલિકાના જન સંપર્ક અધિકારી રામચંદ્રભાઇ દેસાઈ તેમજ વિવિધ ઍજન્સીઓના અધિકારીઓ તેમજ વાપી મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્નાં હતાં.