Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

મોટી તંબાડીનાં હનુમાનજી મંદિરે જન્મોત્સવ ઉજવાશે

મોટી તંબાડીનાં હનુમાનજી મંદિરે જન્મોત્સવ ઉજવાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૮ ઃ વાપી નજીક મોટી તંબાડી વિસ્તારમાં આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે તા. ૨ ઍપ્રિલ ૨૦૨૬, ગુરુવારના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ટ્રસ્ટ ઍ- ૫૫૨ દ્વારા કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ સવારે ૮ઃ૦૦ થી ૧૧ઃ૦૦ વાગ્યા સુધી હનુમાન યજ્ઞ યોજાશે. ત્યારબાદ સવારે ૧૧ઃ૧૦ વાગ્યે ભગવાન હનુમાનજીની વિશેષ આરતી કરવામાં આવશે. આરતી પછી સવારે ૧૧ઃ૩૦ વાગ્યાથી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.

આ ઉપરાંત સાંજે ભક્તિભાવથી ભરપૂર લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય કલાકાર ઉમેશ બારોટ પોતાના ભજન અને લોકગીતો દ્વારા ભક્તોને મંત્રમુગ્ધ કરશે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનોને મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન હનુમાનજીના દર્શન કરીને આશીર્વાદ મેળવવા આમંત્રણ આપવામાં આવ્યું છે.