Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વાપીમાં હનુમાન જ્યંતિઍ રામકથાનું આયોજન કરાશે

વાપીમાં હનુમાન જ્યંતિઍ રામકથાનું આયોજન કરાશે


વાપી, તા.૧૮ ઃ વાપી દેસાઈવાડ ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં જન્મોત્સવ દરમ્યાન સાત દિવસીય રામ કથા અને ગરબાનું આયોજન કરાયું છે.

પ્રા વિગતો મુજબ વાપી ટાઉનના દેસાઈવાડ હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જ્યંતિનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૨૬મી માર્ચથી ૨જી ઍપ્રિલ સુધી રામકથાનું આયોજન કરાયું છે. સાથે છેલ્લા દિવસે રાત્રે ૮ કલાકે ગરબાનું આયોજન કરાયું છે. આ મંદિર પરિષરમાં દર વર્ષે હનુમાન જ્યંતિઍ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો ૧૦ હજારથી વધુ લોકો લાભ લે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વાપી દેસાઈવાડ હનુમાનજી મંદિરના ટ્રસ્ટ અને મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે.