વાપીના પરિયા ખાતે સેલ્યુટ તિરંગા દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી નજીકના પરિયા ગામે રમતગમત ક્ષેત્રે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સાંઈ મેઘપન સ્પોર્ટ્સ ઍકેડમી ખાતે સલૂટ તિરંગા દ્વારા ક્રિકેટ લીગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોના ૧૬ થી ૨૮ વર્ષના યુવાનો ભાગ લેશે. સલૂટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લ્વ્ઘ્ન્ના ચેરમેન રાજેશ ઝાઍ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં આસામ, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મુંબઈ, દિલ્હી અને યજમાન ગુજરાત સહિત ૭ રાજ્યોની ટીમો ભાગ લેશે. તેમણે ઉમેર્યું કે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દેશના ખૂણેખૂણેથી છુપાયેલી ક્રિકેટ પ્રતિભાઓને બહાર લાવવાનો છે.આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર અને વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર ચેતન શર્મા ખાસ હાજરી આપશે. પૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલ પણ યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. સેલ્યુટ તિરંગાના આંતરરાષ્ટ્રીય ચેરમેન રાજેશ ઝાઍ જણાવ્યું હતું કે, આપણો ક્રિકેટ પ્રત્યેનો આ જુસ્સો જળવાઈ રહેશે તો ભારત આગામી સમયમાં વિશ્વ સ્તરે ૯૦્રુ ફાઈનલ જીતશે. ટુર્નામેન્ટને વધુ વ્યાપક બનાવવા માટે આગામી સત્રમાં દરેક ટીમમાં ૨ રણજી ટ્રોફીના ખેલાડીઓ અને ૧ સેલિબ્રિટી ક્રિકેટરને સામેલ કરવાનું આયોજન છે. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ રાજેશભાઈ પટેલ તેમજ યુવા ધનેશ પટેલ અને તેમની ટીમ દ્વારા ભારે જે મત ઉઠાવી રહી છે.
