વાપી ટાઉનમાં આરોગ્ય મંદિર આગળ ગેરકાયદે રીક્ષા પાર્કિંગથી દર્દીઅો પરેશાન
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૮ ઃ વાપી ટાઉનમાં આવેલ આરોગ્ય વિભાગ ના આયુષ્માન આરોગ્ય મંદિર ના મુખ્ય ગેટ પાસે રિક્ષાચાલકોની આડેધર ર્પાકિંગ તેમજ દાદાગીરીને લઈ અહીં સારવાર માટે આવતા દર્દીઓ તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પ્રા વિગત મુજબ વાપી ટાઉન ઍટલે કે રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ અગાઉ ષ્ટરૂફુ વિભાગની જૂની કચેરી ને આરોગ્ય વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવું આયુષ્માન આરોગ્ય મંદિર શરૂ કરવામાં આવ્યું છે. અહીં રોજેરોજ મોટી સંખ્યામાં વિવિધ રોગથી પીડાતા દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો સારવાર માટે આવતા હોય છે પરંતુ અહીં મુખ્ય ગેટ ઉપર રસ્તાની બાજુમાં જ અનેક રીક્ષા ચાલકો ની ખુલ્લેઆમ દાદાગીરી થી રીક્ષા પાર્ક કરી લેતા હોય છે જેને લઇ દર્દીઓને આરોગ્ય મંદિરમાં જતા પહેલા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સાથે જો કોઈ બીમાર અવસ્થામાં દર્દી હોય અને તેને આયુષ્માન આરોગ્ય મંદિરમાં ખાનગી વાહન કે ઍમ્બ્યુલન્સથી લઈ જવું હોય તો મુશ્કેલી પડી રહી છે કારણ કે અહીં આડેધડ રીક્ષા ર્પાકિંગ કરવામાં આવે છે જેને લઇ ટ્રાફિકની સમસ્યા તેમજ રાહદારીઓને અહીંથી પસાર થવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે આ અંગે વહીવટી તંત્ર તેમજ વાપી ટાઉન પોલીસ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અહીં ગેરકાયદે પાર્ક થતી રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી આરોગ્ય મંદિરમાં આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ દ્વારા માંગ કરાઈ રહી છે તો સાથે આ સ્થળે આવેલ દુકાનદારો તેમજ રહેવાસીઓ પણ આડેધડ રીક્ષા ચાલકોથી ત્રાહિમામ પોકારી રહ્ના છે જે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેવો પણ કરી રહ્ના છે.
