વાપી હાઈવે બ્રીજ નીચે ગેરકાયદે વાહન પાર્કિંગ અને અસામાજીક તંત્વોનો અડ્ડો બન્યો
- byDamanganga Times
- 19 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૮ ઃ વાપી નેશનલ હાઇવે ઉપર આવેલ તમામ ઓવરબ્રિજ અને તેના નીચે વહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી ન પડે જે અંગે કરોડો રૂપિયાનો ખર્ચ કરી વહીવટી તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી છે પરંતુ આ બ્રિજના નીચેના ભાગમાં કેટલાક અસામાજિક તત્વો અને ભિક્ષુકો ઍ કબજો લીધો છે સાથે મુખ્ય માર્ગની આજુબાજુમાં ગેરકાયદે ર્પાકિંગથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્ના છે. જે અંગે તાત્કાલિક વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે
પ્રા વિગત મુજબ વાપી નોટિફાઇડ બોર્ડ અને વાપી મહાનગરપાલિકા દ્વારા વાપીમાં લોકોને તમામ સુવિધાઓ અને ટ્રાફિકથી મુક્તિ મળે તે માટે વાપી થી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ તમામ બ્રિજના નીચે રહેલી ખુલ્લી જગ્યામાં ફ્રી ર્પાકિંગ ની વ્યવસ્થા તેમજ કેટલોક ભાગ ખુલ્લો રહ્ના છે. જેમાં હાલમાં કેટલાક અસામાજિક તત્વો અને ભિક્ષુકો દ્વારા કબજો લેવાયો છે અને આ બ્રિજના નીચેથી પસાર થતા માર્ગ ઉપર હાલમાં જ સુવિધા યુક્ત રસ્તો બનાવાયો છે પરંતુ આ રસ્તા ઉપર કેટલાક ખાનગી વહન ર્પાકિંગો અને રીક્ષા ચાલકો દ્વારા વાહનો પાર્ક કરાતા હોય છે જેને લઇ અહીં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી જવા પામી છે તેમજ વારંવાર અકસ્માતો પણ થઈ રહ્ના છે. જેને ધ્યાને લઈ નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવાની જરૂર છે.
