Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

રમતમાં વાપી સ્ટેશને પહોîચી ગયેલી ત્રણ નાદાન ભૂલકીઅોનું પરિવાર સાથે મિલન કરાવાયું

રમતમાં વાપી સ્ટેશને પહોîચી ગયેલી ત્રણ નાદાન ભૂલકીઅોનું પરિવાર સાથે મિલન કરાવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપી રેલવે સ્ટેશનને ગુમશુંમ હાલતમાં બાંકડા પર બેસેલી હાલતમાં મળી આવેલ ત્રણેય બાળકીઓને તેના વાલી વારસોને સુપ્રત કરતી વાપી જીઆરપી પોલીસની પસંદની કામગીરી પ.રેલ્વે વડોદરા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ઍચ.ગૌર અને સુરત વિભાગ નાઓની સુચના મુજબ વાપી રેલ્વે સ્ટેશન દ્વારા વાપી રેલ્વે સ્ટેશનની હદ વિસ્તારમાં બિનવારસી બાળકો તથા મહિલાઓને તપાસમાં રહેવા જણાવેલ હોય.

જે અનુસંધાને વાપી રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરઍમ.આર. નકુમ નાઓની સચુના તેમજ માર્ગદર્શન મુજબ પો.સબ.ઈન્સ.ઍ.ઍમ.ચૌધરી તથા શી-ટીમમાં ફરજ બજાવતા મહિલા હેડ.કોન્સ.ઉર્મિલાબેન રાયસિંગભાઈ તથા  પોલીસ કોન્સ. સુરેખાબેન પર્વતસિંહ તા-૧૫/૦૩/૨૫ ના રોજ વાપી રેલવે સ્ટેશન ફરજ બજાવી રહ્ના હતા તે દરમિયાન તેમ ને પ્લેફોમ નં.૧ ઉપર મુસાફરખાના પાસે આવેલ બાકડા ઉપર ત્રણ બાળકીઓ ગુમસુમ હાલતમાં બેસેલ હતી તેને પુછપરછ કરતા પોત-પોતાના માતા-પિતાને રમવા માટે જવાનું કહીને નિકળી આવેલ હોવાનુ જણાવેલ હોય જેથી તેણીઓને સાંન્તવના આપી પુછપરછ કરતા પોતે પોતાના પિતાનો મોબાઈલ ફોન નંબર આપતા સંપર્ક કરી જેઓને અત્રેના વાપી રેલ્વે સ્ટેશન ખાતે બોલાવી ત્રણેય બાળકીના માતા-પિતા સાથે વાતચીત કરી તેમના આધાર કાર્ડ અને પુરાવાઓ મેળવી તેમનું નિવેદન લઈ આ ત્રણેય બાળકીનો કબ્જો તેના માતા-પિતા નાઓને સોંપતી વાપી રેલ્વે પોલીસની પ્રસંશનીય કામગીરી કરેલ છે. તેમજ મળી આવેલી ત્રણેય બાળકીના માતા-પિતાના ચહેરા પર ખૂબ જ ખુશી નો માહોલ અને માતા પિતા સાથે બાળકીઓનું મિલન કરાવાયું હતું.