Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

વાપી અને સલવાવમાં રૂ. ૨૮ લાખના દારૂ ભરેલા બે ટેમ્પા સાથે ચાલકો ઝડપાયા

વાપી અને સલવાવમાં રૂ. ૨૮ લાખના દારૂ ભરેલા બે ટેમ્પા સાથે ચાલકો ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપી જીઆઇડીસી ચાર રસ્તા અને સલવાવ ખાતેથી દારૂ ભરેલ ૨ ટેમ્પા સાથે ચાલકની ધરપકડ કરાય જ્યારે દારૂ ભરાવનાર તથા લેનારને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગઈકાલે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગની ટીમ વાપી પંથકમાં પેટ્રોલિંગ કરી રહ્ના હતા ત્યારે બાતમી મળી હતી કે ઍક આઇસર ટેમ્પો માં ગેરકાયદે દારૂ બિયરનો મોટો જથ્થો ભરીને વલસાડ સુરત તરફ જઈ રહ્ના છે આથી પોલીસે સલવાવ ખાતે આવેલ ઍમ ટ્યુબ ટુ બિલ્ડીંગ સામે વોચ રાખી સામેથી આવતો ફૂજ્ઞ્ણૂત્ર્ફૂશ્વ ટેમ્પો નંબર સ્ત્રિં્ ૧૫ ર્ીહૃ ૩૦ ૬૬ ને રોકી તેમાં તપાસ કરતા ૭૦૮૦ દારૂ બિયરની જેની કિંમત રૂપિયા ૧૨,૧૦,૩૨૦ કબજે કરી ડુંગરા પોલીસ મથકમાં ચાલક દક્ષેશ ઉફે ટપુ વિષ્ણુભાઈ મિતના રહે ઉમરગામ નાની અટકાયત કરી આ દારૂનો જથ્થો દમણથી જતીન નામના ઇસમે ભરાવ્યો હોવાથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે બીજા બનાવમાં વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે આવેલ હોટલ સર્વોત્તમ સામે થી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વોચ રાખી સામેથી આવતો ટેમ્પો નંબર ઍમ ઍચ ૪૮ ઍ વાય ૧૮૩૨ ને રોકી તેમાં તપાસ કરતા ૯,૧૯૨ બોટલ દારૂ બિયરની જેની કિંમત રૂપિયા ૧૬,૬૯,૪૪૦ કબજે કરી ચાલક વિશાલ ગોવિંદ ધોળી રહે પાલઘર મહારાજનાની અટકાયત કરી વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો નોંધે આ દારૂનો જથ્થો ટેમ્પોમાં દમણથી ભરાવનાર ઝાકીર નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો છે. આમ ઍક જ દિવસમાં વલસાડ ઍલસીબી પોલીસ વિભાગની ટીમે વાપી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપરથી ઍક જ દિવસમાં બે અલગ અલગ બનાવમાં બે ટેમ્પો માંથી રૂપિયા ૨૮ ૭૯ ૭૬૦ નો દારૂ અને ૧૫ લાખના બે ટેમ્પો મળી કુલ  ૪૩ ૭૯ ૭૬૦ ના મુદ્દા માલ સાથે બે ની અટકાયત કરી બેને વોન્ટેડ જાહેર કરાયા છે.