Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

આછવણીમાં ઘર બાંધવાના ખર્ચ અંગે ભાઈઅો બાખડતાં પોલીસ ફરિયાદ

આછવણીમાં ઘર બાંધવાના ખર્ચ અંગે ભાઈઅો બાખડતાં પોલીસ ફરિયાદ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૧૭ ઃ ખેરગામ તાલુકાના આછવણી ગામે બે ભાઈઓઍ બનાવેલ ઘરના ખર્ચમાં મોટાભાઈઍ નાનાભાઈ પાસે પૈસાની માંગણી કરતા નાના ભાઈઍ પૈસા ન હોવાનું જણાવતા મોટા ભાઈઍ બેટથી નાના ભાઈને માર મારી ઇજા કરી હોવાનો બનાવ ખેરગામ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકાના આછવણી ગામના કોલ ફળીયા ખાતે રહેતા ભાવેશ રાયસીંગ પટેલ તથા મહેશ રાયસીંગ પટેલ બંને ભાઈઓ ઍ ઘર બનાવ્યું હતું જેમાં મોટો ભાઈ મહેશભાઈ રાયસીંગભાઈ પટેલે જે તે સમયે પૈસાનો ખર્ચ કરેલો હોય ત્યારે મહેશભાઈઍ નાનાભાઈ ભાવેશ પાસે ઘર બનાવેલ પૈસાની માંગણી કરતા ભાવેશ પટેલે હાલમાં પૈસા નથી અને પૈસા આવે ઍટલે હું તમને પૈસા ચૂકવી દઈશ ઍમ કહેતા મોટો ભાઈ મહેશ પટેલ ઍકદમ ઉશ્કેરાય જઈ ભાવેશ પટેલની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાવેશ પટેલને બેટથી હાથમાં ખભાના ભાગે તથા માથાના ભાગે તથા પીઠના ભાગે ફટકા મારી ઈજા કરી હતી જે બનાવ અંગેની ફરિયાદ ભાવેશ રાયસીંગ પટેલે મોટો ભાઈ મહેશ રાયસીંગ પટેલ વિરૂધ કરતા આગળની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના ઍ.ઍસ.આઇ બીપીન કાંતું કરી રહ્ના છે.