વલસાડમાં ડોર ટુ ડોર કચરો ઍકત્ર કરતી ઍજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવા માંગ
- byDamanganga Times
- 18 March, 2026
વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં કલેક્શન કરનાર નાગપુરની ઍજન્સી પાસે ટેમ્પા મજૂરો ડ્રાઇવરો ઓછા હોવાથી આજરોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ, તેમજ સભ્યો પાલિકા કચેરી પરિસરમાં ઍકઠા થઈ નાગપુરની ઍજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો સભ્યો ઍક સુરે અવાજ ઉઠાવ્યો છે. જોકે ભાજપના ચૂંટાયેલા ૪૧ પૈકી માત્ર ૧૫ જેટલા સભ્યો હાજર જોવા મળ્યા હતા. વલસાડ શહેરના નાગરિકોના આરોગ્ય અને સ્વચ્છતા સાથે ચેડાં કરનાર ઍજન્સી સામે નગરપાલિકાઍ લાલ આંખ કરી છે. શહેરના તમામ વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાનું કામ કરતી નાગપુરની ઍજન્સીની ગંભીર બેદરકારી સામે આવતા, આજે નગરપાલિકાના સત્તાધીશોઍ આજરોજ સવારે ૮ઃ૩૦ કલાકે પાલિકા પરિસરમાં ઍકઠા થયા હતા અને તાત્કાલિક અસરથી નાગપુર ની ઍજન્સી નો કોન્ટ્રાક્ટ રદ કરવાનો ઍક સુર ઉઠ્યો છે . જોકે પાલિકા માં ભાજપના ૪૧ સભ્યો ચૂંટાયેલા હોય તેમ છતાં આજરોજ સવારે મળેલી મિટિંગમાં માત્ર પ્રમુખ પ્રમુખ હોદ્દેદારો તેમજ સભ્યો મળી કુલ ૧૫ જેટલા સભ્યો હાજર રહ્ના હતા. સભ્યોઍ ઍજન્સી સંચાલકને જણાવ્યું કે નિયમ વિરુદ્ધ કામગીરી અને સંસાધનોની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઍજન્સી કરાર મુજબના સાધનો અને માણસો પૂરા પાડવામાં નિષ્ફળ રહી હતી. વલસાડ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં વાહનો માટે ઍજન્સી સાથે થયેલા કરાર મુજબ ૩૩ આઇસર ટેમ્પાની જરૂરિયાત સામે ઍજન્સી માત્ર ૧૫ છોટા હાથી જેવા નાના વાહનોથી કામ ચલાવતી હતી. ૬૬ માણસોના બદલે માત્ર ૩૩ શ્રમિકો અને ૩૩ ડ્રાઇવરને બદલે માત્ર ૧૫ ડ્રાઇવર જ કામ પર રાખવામાં આવ્યા હતા. નગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી ઍજન્સીની આ પોલ ખુલ્લી પડતા જ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, નિતેશ વસી, હિતેશ ભંડારી, શાસક પક્ષ નેતા અલકાબેન દેસાઈ અને અન્ય સભ્યોઍ સ્થળ પર અને દસ્તાવેજોની ચકાસણી કરીને ઍજન્સીને ઘરભેગી કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
જોકે પાલિકાના ડોર ટુ ડોર કલેક્શન કરનાર કેટલાક ટેમ્પા ચાલકો પાસે લાઇસન્સ નથી જેથી શહેરની સ્વચ્છતામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. જે ઍજન્સી નિયમોનું પાલન નહીં કરે તેમની સામે આવા જ કડક પગલાં લેવાશે.
