Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

સેલવાસમાં અધૂરા કામ અને બંધ સ્ટ્રીટલાઈટથી હાલાકી

સેલવાસમાં અધૂરા કામ અને બંધ સ્ટ્રીટલાઈટથી હાલાકી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૭ ઃ શહેરના શહિદ ચોકથી પિપરીયા ઓવરબ્રિજ સુધી સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ પર ખર્ચ થયા બાદ પણ પરિસ્થિતિ ‘અંધેર નગરી’ જેવી દેખાઈ રહી છે. મહિનાઓ પહેલા લાઈટો લગાવવામાં આવી હોવા છતાં આજ સુધી તેને શરૂ કરવામાં આવી નથી, જેના કારણે આખો માર્ગ રાત્રે અંધકારમાં રહે છે.

રસ્તા પર હજુ પણ જૂના સ્ટ્રીટ લાઈટના થાંભલા દેખાઈ રહ્ના છે, જે કામ અધૂરું હોવાનો પુરાવો આપે છે. બીજી તરફ, ડિવાઈડર પર થનારી વૃક્ષારોપણ કામગીરી પણ હજુ સુધી પૂર્ણ થઈ નથી, જેના કારણે માર્ગની સુંદરતા પર અસર પડી રહી છે.

ઍક સ્થાનિક નાગરિકે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે વિકાસ કામોમાં સમય લાગવો સ્વાભાવિક છે, પરંતુ વર્ષો સુધી કામ અધૂરું રહેવું કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. તેમણે ટિપ્પણી કરતા જણાવ્યું કે આ પરિસ્થિતિ અમૃત કાળના દાવાઓ સાથે મેળ ખાતી નથી.

નાગરિકોઍ જણાવ્યું કે અંધકાર અને અધૂરા કામને કારણે અકસ્માતનો ખતરો વધી રહ્ના છે. લોકો દ્વારા તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ શરૂ કરવા, જૂના થાંભલા દૂર કરવા અને બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.