Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

વાપીમાં આગામી ધાર્મિક તહેવારોના સંદર્ભમાં શાંતિસમિતિની બેઠક યોજાઈ

વાપીમાં આગામી ધાર્મિક તહેવારોના સંદર્ભમાં શાંતિસમિતિની બેઠક યોજાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપીમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જાણકારી આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને વાપી વિભાગના ડીવાયઍસપી બી ઍન દવેની અધ્યક્ષતામાં ચણોદ ખાતે આવેલ રાજસ્થાન ભવનમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા હિંદુ મુસ્લિમ તેમજ વિવિધ સમાજના આગેવાનોને જિલ્લા પોલીસવડા દ્વારા જણાવાયું છે કે, અગામી દિવસોમાં આવી રહેલા રામનવમી હનુમાન જયંતિ રમજાન ઈદ તેમજ ચેટીચાંદ જેવા તહેવારોને લઇ વાપી પથકમાં શાંતિનો માહોલ બની રહે જે અંગે આગેવાનોને સૂચનો આપવામાં આવ્યા અને જણાવ્યું હતું કે, રામનવમી નિમિત્તે ડુંગરા અને છીરીથી નીકળતા શોભાયાત્રા દરમિયાન કોઈ પણ આગેવાન કે યુવાનોઍ અભદ્ર ભાષાના ગીત તેમજ ધાર્મિક લાગણી કોઈની ન દુબઈ તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું તેમજ જ્યાં ધાર્મિક સ્થળો આવેલા હોય છે ત્યાં નારે બાજી કે, બાઈક ચાલકો દ્વારા કોઈપણ જાતની સ્ટંટ બાજી ન કરવામાં આવે તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું હતું. 

આજની આ બેઠકમાં વલસાડ જિલ્લા ઍલસીબી પીઆઇ ઍસઓજીપીઆઈ વાપી ટાઉનના પી.આઈ કે જે રાઠોડ તેમજ ઉદ્યોગ નગર અને ડુંગરાના પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્નાં હતા.