દમણના પ્લાસ્ટીક ઉદ્યોગને ઈરાન યુદ્ધની અસર
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૭ ઃ નાના વેપારીઓ મુશ્કેલીમાંવિશ્વ સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને ખાસ કરીને ઈરાન સહિતના ગલ્ફ દેશોની તંગદિલીની સીધી અસર હવે સ્થાનિક બજારો પર વર્તાવા લાગી છે. દૈનિક વ્યવહારમાં વપરાતી પ્લાસ્ટિકની નાની ઝભલા થેલી અને પ્લાસ્ટિકના પેકેજિંગના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. મૂળભૂત રીતે પ્લાસ્ટિકની માલસામાન તૈયાર કરવા માટેનું મુખ્ય રો-મટીરિયલ ઍટલે કે પ્લાસ્ટિકના દાણા ગલ્ફના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી અસ્થિરતાને કારણે આ પ્લાસ્ટિકના દાણા, જે અગાઉ ૧૧૦ રૂપિયે કિલો મળતા હતા, તેનો ભાવ ઉછળીને સીધો ૧૮૦ રૂપિયા પર પહોંચી ગયો છે. કાચા માલના ભાવમાં થયેલા આ અધધ વધારાને પગલે પ્લાસ્ટિકની તમામ ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં ઉછાળો આવ્યો છે, જેનો સીધો બોજ હવે વેપારીઓ અને અંતે ગ્રાહકો પર પડી રહ્ના છે. આ કાચા માલના ભાવવધારાને કારણે બજારમાં મળતી પ્લાસ્ટિકની નાની ઝભલા થેલીનો ભાવ, જે પહેલા ૧૨૦ રૂપિયા હતો, તે સીધો ૧૬૦ થી ૧૮૦ રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. ઍટલું જ નહીં, પ્લાસ્ટિકની બોટલોમાં આવતા સીલ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ભાવમાં પણ આ જ કારણોસર વધારો નોંધાયો છે. પાણીની બોટલના બોક્સ દીઠ ૨૦ રૂપિયા જેટલો ભાવ વધ્યો છે. દમણ પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે ૧૨૦ માઇક્રોનથી પાતળી પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક દુકાનદારો સરકારી નિયમોનું પાલન કરીને ૨૦૦ માઇક્રોનની જાડી થેલીઓનો ઉપયોગ કરી રહ્ના છે. પરંતુ, આ જાડી થેલીઓ પાછળ થતો ખર્ચ હવે અસહ્ના બની રહ્ના છે. ટામેટાં કે શિંગદાણા જેવી રોજિંદી વસ્તુઓ આપવા માટે પણ આ મોંઘી થેલીઓ વાપરવી પડતી હોવાથી દમણના નાના વેપારીઓ, લારી ધારકો અને શાકભાજી વેચતા વિક્રેતાઓ ભારે આર્થિક ભીંસમાં મુકાયા છે. તેઓને હવે માત્ર ગ્રાહકોને સામાન આપવા માટે વપરાતી ઝભલા થેલીઓ પાછળ ૬૦ થી ૮૦ રૂપિયા વધારે ચૂકવવાની નોબત આવી છે, જે તેમના રોજના નજીવા નફા પર મોટો ફટકો મારી રહી છે.
