વાપીની સમર્પણ જ્ઞાન સ્કુલમાં પ્રિ-પ્રાયમરીના વિદ્યાર્થીઅોનો ગ્રેજયુઍશન ડે ઉજવાયો
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી સ્થિત સમર્પણ જ્ઞાન સ્કૂલમાં ઓફ ટુ બિગ સ્કૂલ – ન્યૂ ચેપ્ટર બિગિન્સ થીમ પર પ્રિ-પ્રાયમરીના વિદ્યાર્થીઓનો ભવ્ય ગ્રેજ્યુઍશન ડે ઉજવાયો હતો. કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે ઍસ.ઍમ. ઍન્ટરપ્રાઇઝ ઍન્ડ ઍ.ઍસ. ઍન્જિનિયરિંગના ઓનર સંદીપ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે સરના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર પ્રમોદ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમમાં સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલ, ચેરપર્સન લાયન હીના પટેલ, આચાર્યા, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને -ાર્થના સાથે કરવામાં આવી હતી. આચાર્યા પાર્વતી પિઠાનીઍ મહેમાનો અને ઉપસ્થિત સૌનું સ્વાગત કરતાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓની ઝલક રજૂ કરી હતી કાર્યક્રમ દરમિયાન સિનિયર કે.જી. અને ધોરણ–૨ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અર્પણ કરી તેમને વિધિવત્ રીતે ગ્રેજ્યુઍટ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી.
કાર્યક્રમના ચીફ ગેસ્ટ સંદીપ પટેલ, અતિથિ વિશેષ પ્રમોદ ઉપાધ્યાય, સ્કૂલના ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલ, સ્કૂલના ચેરપર્સન હીના પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમ દરમિયાન વાલી દ્વારા પણ શાળાની વિશેષતાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું અને શાળામાં આપવામાં આવતા ગુણવત્તાસભર શિક્ષણ તથા સંસ્કારોની પ્રશંસા કરવામાં આવી હતી.
